રાજકોટમાંથી ડુપ્લીકેટ પનીર ઝડપાયું નકલી તબીબોથી માંડીને નકલી અધિકારીઓ સુધી ગુજરાતમાં ધી, પનીર સહિતની ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે રાજકોટ SOG પોલીસે દરોડો પાડી 800 કિલો નકલી ચીઝ કબજે કર્યું છે. નકલી ચીઝ બનાવવા માટે પામ ઓઈલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.