સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી બંદૂક સાથે બે ઝડપાયા

– પાટડીના બજાણા અને ધ્રાંગધ્રાના જોગાસર તળાવમાંથી એક-એક શખ્સ ઝડપાયો.

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી બંદૂક સાથે બે શખ્સો ઝડપાયા છે. બજાણાની સીમમાંથી અને ધ્રાંગધ્રા જોગાસર તળાવ નજીકથી પોલીસે એક-એક શખસની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરતા લોકો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામના વિશાલ ખાન ઉર્ફે નિશાદ સરદારખાન જતમલેકને બજાણા ગામની સીમમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની મઝરલોડ બંદૂક સાથે પીછો કરવામાં આવ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version