સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ EDની પકડમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | સુરેન્દ્રનગર કલેક્ટર ED સ્કેનર હેઠળ મોટાપાયે જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા: સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી ગાંધીનગર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગાંધીનગરની 10થી વધુ ટીમોએ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના ઘરે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

કોના ઘરે દરોડા પડ્યા?

ગાંધીનગર EDની જુદી જુદી ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં રાજેન્દ્રકુમાર પટેલના ઘરે તપાસ હાથ ધરાતા જિલ્લા કલેકટર ડો. તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મયુરસિંહ ગોહિલ અને ચેતન કણઝારિયા સહિતના લોકો પણ EDના રડારમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 5 થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

1500 કરોડની મની લોન્ડરિંગ મામલે તપાસ!

સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે મની લોન્ડરિંગ હોવાનું માનવામાં આવે છે. આશરે રૂ. 1500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણીને પગલે આ ‘સરપ્રાઈઝ ચેકિંગ’ હાથ ધરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તલાશી લેવાયા હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ તીવ્ર બની છે.

સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જો કે ED દ્વારા ઉચ્ચ જિલ્લા અધિકારીના ઘરે દરોડા પડતા સમગ્ર વહીવટીતંત્ર અને અન્ય સરકારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version