વડોદરામાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત, કેરી અને ફળોના પાકને થશે નુકસાન વડોદરામાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત

વડોદરાઃ વડોદરામાં હવામાનમાં પલટો આવતા અને વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે.

વડોદરામાં તાજેતરમાં વાવાઝોડા સાથેના વરસાદને કારણે કેરી, ઘઉં, કેળા, મકાઈ, કપાસ જેવા પાકોને નુકસાન થયું હતું. પરંતુ ખેતીવાડી વિભાગે પાકને કોઈ નુકશાન ન હોવાનું કહીને કોઈ સર્વે કર્યો ન હતો.

ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણ વાદળછાયું બન્યું છે. આ કારણે ઘઉં અને દિવેલા જેવા પાકો મોટાભાગે લણવામાં આવ્યા છે, તેથી તેને નુકસાન થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેરી, જાંબુ જેવા ફળોને નુકસાન થવાની ભીતિ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version