સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને પાલિકાની નબળી દેખરેખથી જીવ જોખમમાં સુરત રાંદેર ઝોનની બેદરકારીથી અધૂરા રસ્તાના સમારકામ બાદ જીવ જોખમમાં મુકાયો છે

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને પાલિકાની નબળી દેખરેખથી જીવ જોખમમાં સુરત રાંદેર ઝોનની બેદરકારીથી અધૂરા રસ્તાના સમારકામ બાદ જીવ જોખમમાં મુકાયો છે

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને પાલિકાની નબળી દેખરેખથી જીવ જોખમમાં સુરત રાંદેર ઝોનની બેદરકારીથી અધૂરા રસ્તાના સમારકામ બાદ જીવ જોખમમાં મુકાયો છે

સુરત મહાનગરપાલિકા: સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલ વિસ્તારમાં પાણીની લાઇન લીકેજનું સમારકામ કર્યા બાદ કામ અધુરૂ રહી જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રોડ પરના ખાડાઓને યોગ્ય રીતે પુરવાને બદલે એજન્સીએ માટી અને મટીરીયલના મસમોટા ઢગલા ખડકી દીધા છે.

રાત્રે 4 થી 5 બાઇક સવારો બેરીકેટ કે ચેતવણી વગર અથડાતા હોય છે

ચોંકાવનારી વાત એ છે કે, ચાલુ કામગીરી છતાં સ્થળ પર કોઈ બેરિકેડ, ચેતવણી બોર્ડ કે નાઈટ રિફ્લેક્ટર મૂકવામાં આવ્યા નથી. દિવસ દરમિયાન વાહનચાલકો કોઈક રીતે છટકી જાય છે પરંતુ રાત્રિના અંધારામાં આ જગ્યા જીવલેણ બની જાય છે.

કોઈ મોટી દુર્ઘટના રાહ જોઈ રહી છે?: સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, અંધારામાં આ સામગ્રીના ઢગલા દેખાતા ન હોવાને કારણે ગઈકાલે રાત્રે જ 4 થી 5 બાઇક સવારો તેમની બાઇક સાથે સીધા અથડાયા હતા. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ આજુબાજુના લોકોમાં આવી વ્યવસ્થા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુરતઃ પાણી બચાવો અભિયાન પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વખત લાઇન તૂટી

ખાડા પુરવાને બદલે મટીરીયલ રોડ પર જ છોડી દેવાયું હતું

મળતી વિગતો મુજબ રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં અલ્પેશ નગર સોસાયટી પાસે પાણીની મુખ્ય લાઇન લીકેજ થતી હોવાથી પાલિકા દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કામ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ રોડનું લેવલ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. તેના બદલે કોન્ટ્રાક્ટરે રોડની બંને બાજુ કચરાના ઢગલા અને માટીના ઢગલા છોડી દીધા હતા, જેના પર પાલિકાના નિરીક્ષક ઇજનેરોએ આંખ આડા કાન કર્યા હતા.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે

હાલમાં આ વિસ્તારના લોકોને જીવના જોખમે રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, ‘મોટો અકસ્માત કે જાનહાનિ બાદ જ મ્યુનિસિપલ તંત્ર જાગશે?’

આ જોખમી અને અધૂરું કામ તાકીદે પૂર્ણ કરી રસ્તો સાફ કરવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે. જાહેર જીવનને જોખમમાં મૂકનાર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર અને તેના પર ધ્યાન ન આપનાર જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]