સુરત કોર્પોરેશન: ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં પ્રીમોન્સુન કામગીરીનો દાવો કરી રહી છે. મજરા ગેટ વિસ્તારથી લેબોરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ખુલ્લા અને તૂટેલા મેનહોલના કવર ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ ડ્રેન અને અન્ય વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહ્યા હોવાના દાવા વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ચોમાસા પહેલા પાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગટરનું કવર છેલ્લા દસ દિવસથી તૂટેલી અને લીકેજ હાલતમાં છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા આઈટીઆઈ કોલેજની સામેના વ્યસ્ત રોડ પર આવેલી હોવા છતાં હજુ સુધી કોઈ અધિકારીએ તેની નોંધ લીધી નથી. દિવસભર વાહનો અને રાહદારીઓની અવરજવર ધરાવતા વિસ્તારમાં ખુલ્લી ગટર અકસ્માતોને આમંત્રણ આપી રહી છે.
ચોમાસાની શરૂઆત થાય તે પહેલા આ ભય દૂર કરવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદ દરમિયાન પૂરના કિસ્સામાં ખુલ્લા ગટર જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. કવરનું યોગ્ય રીપેરીંગ કરી સલામત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વરસાદ દરમિયાન પૂરના કિસ્સામાં ખુલ્લા ગટર જીવલેણ સાબિત થઈ શકે છે. આવા સંજોગોમાં કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.