અમદાવાદ,ગુરુવાર,25 ડિસેમ્બર, 2025
અમદાવાદના કોટવિસ્તાર ઉપરાંત શહેરના મોટાભાગના વોર્ડ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં પ્રદુષણની વ્યાપક ફરિયાદો ઉઠી છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી ભલે ન મળે, પરંતુ કોર્પોરેશન અને સરકારના કાર્યક્રમો મહાન છે.,મહેમાનો અને કોર્પોરેશનના અધિકારીઓને સ્વચ્છ પાણી આપવા માટે એક કરોડનો ખર્ચ થશે. 20 લિટર ફૂડ ગ્રેડ જગ,ફરીથી વાપરી શકાય તેવા પ્લાસ્ટિક ગ્લાસ સાથે એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
કોર્પોરેશન લોકોને પાણી પહોંચાડવા માટે રોજના બે કરોડનો ખર્ચ કરે છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી પ્રદુષિત થતું હોવાની કે પ્રેશરથી પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદો જે તે વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશનને કરવામાં આવે છે. ઝોન કક્ષાએ લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો ન થતા પાણીના પ્રદુષણ અંગે સીસીઆરએસને મળેલી ફરિયાદોના નિરાકરણ માટે તંત્રને આવા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કોર્પોરેશનને ટેન્કરો મોકલવાની ફરજ પડી છે. સત્તાધીશો સારી રીતે વાકેફ છે. જો કે, કોર્પોરેશનના ફૂડ વિભાગે વિવિધ કાર્યક્રમોમાં આરોગ્યપ્રદ પાણી સપ્લાય કરવા માટે બિડર્સ પાસેથી ઓફર મંગાવી છે. બોલી લગાવનારએ 100 જગની કિંમત ફૂડ વિભાગને આપવાની હોય છે. વર્તમાન બજાર ભાવ મુજબ, 20 લિટરની ક્ષમતાના સ્વચ્છ પાણીના જગની કિંમત હાલમાં 70 રૂપિયા છે. લોકોના ટેક્સના પૈસા કેમ વેડફાય છે તે તંત્ર અને શાસકોની આવડત છે.
કાર્યક્રમો માટે AMC પાણીનો આગ્રહ રાખવો જોઈએ
કોતરપુર નજીક કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવેલ પરિસરમાં કાર્યરત પ્લાન્ટમાં AMC પાણીની બોટલો બનાવવામાં આવે છે. કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ અને ચેરમેનની ઓફિસમાં આ બોટલનો ઉપયોગ થાય છે. આમ છતાં કાર્યક્રમો માટે સ્વચ્છ પાણીના નામે એક કરોડ અલગથી ખર્ચવામાં આવશે. આને અટકાવવું જોઈએ અને કાર્યક્રમોમાં પણ AMCના પાણીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવો જોઈએ.