બગસરા ઘટના, અમરેલી: અમરેલી જીલ્લાના બગસરાના શાપર જતા સુદાવડ ગામના જયદીપ વાલા નામના યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે બગસરા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.
બગસરામાં છરીના ઘા ઝીંકી યુવાનનું મોત નીપજ્યું હતું
બગસરા તાલુકાના સુદાવડ ગામનો યુવાન બગસરાના શાપર સુદાવડ રોડ પરથી બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા બે શખ્સોએ યુવાનની બાઇકને અટકાવી ઠોકર મારી ફરાર થઇ ગયા હતા.