ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક પહેલ, GKS અને અમેરિકન ગ્લોબલ લીડર ‘બેન્ટલી સિસ્ટમ્સ’ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ નિયામકના કાર્યાલય હેઠળ કાર્યરત ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ બિન-વ્યાવસાયિક વ્યૂહાત્મક ભાગીદારી MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને વૈશ્વિક ઉદ્યોગ પદ્ધતિઓથી સજ્જ કરવાનો અને તેમને રોજગારીયોગ્ય બનાવવાનો છે.

આ ભાગીદારી હેઠળ, રાજ્યની તમામ 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને 31 સરકારી પોલિટેકનિક કોલેજોના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના લગભગ 300+ ફેકલ્ટી સભ્યો માટે બેન્ટલીના વૈશ્વિક નિષ્ણાતો દ્વારા વિશેષ ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’-FDPનું આયોજન કરવામાં આવશે. આ અનોખી પહેલ સિવિલ એન્જિનિયરિંગ અને તેની સંબંધિત શાખાઓના આશરે 14,800 કરતાં વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ કરશે.

તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને માઇક્રોસ્ટેશન, ઓપનરોડ્સ, ઓપનફ્લો, સિંક્રો અને ડિજિટલ ટ્વીન જેવા અદ્યતન ડિજિટલ એન્જિનિયરિંગ ટૂલ્સ પર પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોજેક્ટ આધારિત લર્નિંગ, હેકાથોન અને ડિઝાઈન સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ અને ટેકનિકલ કૌશલ્યો મજબૂત રીતે વિકસાવવામાં આવશે.

આ પ્રસ્તાવિત એમઓયુ હેઠળ, રાજ્યના ટેકનિકલ શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 65 થી વધુ ‘ઉદ્યોગ-માનક’ બેન્ટલી સોફ્ટવેર વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત ‘બેન્ટલી લર્ન પ્લેટફોર્મ’ દ્વારા સેલ્ફ લર્નિંગ અને એડવાન્સ ડિજિટલ એજ્યુકેશનની વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ પોતાની સુવિધા અનુસાર ઘરે કે કૉલેજમાં શીખી શકે. આ પહેલ વિદ્યાર્થીઓને વાસ્તવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને લાઈવ કેસ સ્ટડીઝની પ્રક્રિયા દ્વારા સીધો વ્યવહારુ અનુભવ મેળવવા માટે સક્ષમ બનાવશે, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન સુધી મર્યાદિત નહીં.

આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ગુજરાત નોલેજ સોસાયટી અને બેન્ટલી સિસ્ટમ્સ દ્વારા સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરનો ડિજિટલ બેજ અને આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવવાની સુવર્ણ તક હશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો સાથે સીધો સંવાદ, વિશેષ અતિથિ પ્રવચનો, ઇન્ટર્નશીપ અને ઔદ્યોગિક મુલાકાતોનું પણ વ્યાપક આયોજન કરવામાં આવશે.

આ પહેલ કેન્દ્ર સરકારના ‘સ્કિલ ઈન્ડિયા’, ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)’ના વિઝનને અનુરૂપ છે. આ શૈક્ષણિક જોડાણ હેઠળ, રાજ્યના ભાવિ એન્જિનિયરો ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન પરિવહન પ્રણાલી, સ્માર્ટ વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવી નેક્સ્ટ જનરેશનની આધુનિક ટેક્નોલોજીમાં સંપૂર્ણ રીતે નિપુણ અને સક્ષમ બનશે.

આ ભાગીદારીની સૌથી મોટી વિશેષતા એ છે કે ટેકનિકલ શિક્ષણમાં અભૂતપૂર્વ ગુણાત્મક સુધારો રાજ્ય સરકાર પર કોઈપણ પ્રકારના આર્થિક કે નાણાકીય બોજ વગર લાવી શકાય છે. આ ગ્લોબલ કનેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓને વધુ કુશળ, ઉદ્યોગ માટે તૈયાર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. જેના પરિણામે લાંબા ગાળે રાજ્યના મોટા માળખાકીય પ્રોજેક્ટના અમલીકરણથી ગુણવત્તા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને ગુજરાત વૈશ્વિક સ્તરે કુશળ માનવબળનું હબ બનશે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version