જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોટીલા હાઈવે પરથી ચોરાયેલી બે બાઇક સાથે બે શખ્સો ઝડપાયા. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોટીલા હાઈવે પરથી ચોરાયેલી બે બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમે ચોટીલા હાઇવે પર પેટ્રોલીંગ દરમિયાન જામનગર જીલ્લામાંથી બે ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સોને પકડી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે બંને આરોપીઓને વધુ તપાસ માટે ચોટીલા પોલીસને સોંપ્યા છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ કર્મચારીઓ ચોટીલા હાઇવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ચાણપા ગામના પાટીયા પાસે બે વ્યક્તિઓ બે મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોવા મળ્યા હતા. પોલીસે તેને અટકાવ્યો અને વાહનોના પુરાવા માંગ્યા, પરંતુ તે કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યો નહીં.

આથી બંનેની કડક પૂછપરછ કરતાં તેઓએ જામનગર જિલ્લાના બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને મેઘપર-પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે ચોટીલાના મોટી મોલડી ગામમાં રહેતા વિજય રાઘાભાઈ સિંધવ અને મૂળ મોરબી જિલ્લાના કુવા ગામના અને હાલ ચોટીલામાં રહેતા સમંદર ઉર્ફે સમંદર રાજુભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજે રૂ. 60 હજારની કિંમતની બે ચોરાઉ મોટર સાયકલ કબજે કરવામાં આવી છે.

આરોપીની ધરપકડની જાણ જામનગર જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનોને કરવામાં આવી છે. ચોટીલા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version