ગોવાથી દારૂનો મોટો જથ્થો ઝડપાયેલો કન્ટેનર ઝડપાયોઃ 1 કરોડથી વધુનો દારૂ કબજે કરી રાજસ્થાનના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ખાતેથી ગોવાથી દારૂનો જંગી જથ્થો ઝડપાયેલો કન્ટેનર

વડોદરામાં દારૂની હેરાફેરી : વડોદરા નજીકના ભારતમાલા હાઇવે પરથી ગોવાથી દારૂનો મોટો જથ્થો લઇ જતું કન્ટેનર ઝડપાયું હતું. પોલીસે એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

હરિયાણા પાર્સિંગનું એક કન્ટેનર દારૂ ભરેલ છે અને આ કન્ટેનર હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વાસદ તરફ ટ્રેક પર આવી રહ્યું હોવાની બાતમીના આધારે એલ.સી.બી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વાસદ ટ્રેક પર ગોકલપુરા ગામની હદમાં ગોકલપુરા પુરા ગામ પાસે ટીમ તૈનાત કરવામાં આવી હતી.

દરમિયાનમાં મળતી માહિતી મુજબ કન્ટેનર આવીને તેને ઝડપી લીધું હતું. કન્ટેનરમાં ડ્રાઈવર એકલો હતો, જેનું નામ લખન મહિપાલ બિશ્નોઈ, ધાતરવાલોકી ધનિયા, ભાકરાશ પોસ્ટ સાંગરિયા તાલુની જિલ્લો જોધપુર, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની પેટી નંગ-1290 જેમાં કુલ કવાટરીયા નંગ-61920 કુલ રૂ. 96,59,520 તથા મોબાઈલ ફોન નંગ-01 કિંમત રૂ.10,000 તથા ટાટા કંપનીના કન્ટેનર-01 કિંમત રૂ.10,00,000 વગેરે મળી કુલ રૂ.1,06,69,520નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલ ઇસમની પુછપરછ કરતા વિદેશી દારૂ ક્યાંથી ભરાયો હતો અને કોને આપવાનો હતો પકડાયેલ આરોપીના પરિચીત રાજુરામ મોડારામ બિશ્નોઇ, ગામ ફીચ, તા. લુણી જિલ્લો, જોધપુર, રાજસ્થાન, ગોવા ખાતે બોલાવી ધર્માભાઈ નામના ઈસમ સાથે સંપર્ક સાધ્યો હતો અને આ ધર્માભાઈએ ગોવા મડકાઈ ઈન્ડસ્ટ્રીયલમાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર આપ્યું હતું અને તેને ગુજરાત લઈ જવાનું કહ્યું હતું અને જલદી લોકેશન મોકલવામાં આવશે. ગુજરાત તરફ જતો હોવાની હકીકત જણાવતા ઝડપાયેલા ચાલક ઇસમ અને વિદેશી દારૂનો જથ્થો સપ્લાયર ઇસમો સામે વડોદરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version