
સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદુષિત રંગીન કેમિકલ મિશ્રિત પાણી ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવી રહ્યું છે. આ પાણીને કારણે પાલિકાના બમરોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 50 ટકા જેટલી ઘટી ગઈ છે. આ અંગે ભારે હોબાળો થતાં ઉધના ઝોન દ્વારા 200થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. આ સાથે નગરપાલિકાએ જીપીસીબીને પત્ર લખી જણાવ્યું છે કે કેમિકલ ડિસ્ચાર્જ કરતા ઉદ્યોગો જીપીસીબીની શરતોનું પાલન કરતા નથી અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દૂષિત રંગીન કેમિકલ મિશ્રિત પાણીનો નિકાલ કરતા એકમોના સેમ્પલ ટ્રીટમેન્ટ વગર લેવામાં આવ્યા છે. ઉદ્યોગો નિર્ધારિત માપદંડોની અંદર હોય તેવું લાગતું નથી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCBની આંખ આડા કાન કરવાની નીતિને કારણે સુરતમાં કેટલાક ઉદ્યોગો ફરીથી કેમિકલયુક્ત પાણી મ્યુનિસિપલ ડ્રેનેજમાં છોડે છે.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/21/mumbai-ahmedabad-bullet-train-project-bharuch-steel-bridge-2026-05-21-14-38-12.jpg?w=100&resize=100,100&ssl=1)