ChatGPT In Exam : IIT બોમ્બેએ બીજા વર્ષના એક વિદ્યાર્થીના આત્મહત્યાથી થયેલા મૃત્યુ બાદ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તે જ દિવસે પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન અને ChatGPT નો ઉપયોગ કરતા પકડાયા હોવા છતાં, તેની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હતી.
આ વિદ્યાર્થી IIT બોમ્બેના ‘ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ’માં અભ્યાસ કરતો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર, તેણે જવાબો મેળવવા માટે પરીક્ષાનું પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું.
IIT બોમ્બેએ જણાવ્યું હતું કે ઇન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ વિદ્યાર્થી સાથે આ ઘટના અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેને ખાતરી આપવામાં આવી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.
ChatGPT In Exam : આ અંગે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સંસ્થાએ કહ્યું, “વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હતી. ઇન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ પણ વિદ્યાર્થી સાથે આ બાબતે ચર્ચા કરી હતી; તેમણે તેનું કાઉન્સેલિંગ કર્યું અને ખાતરી આપી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.”
ત્યારબાદ વિદ્યાર્થી તેના હોસ્ટેલના રૂમમાં પાછો ફર્યો હતો. તે જ સાંજે, તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના અવસાનથી તે “ખૂબ જ દુઃખી” છે અને આ ઘટનાથી પ્રભાવિત થયેલા તેના મિત્રો, સહપાઠીઓ, ફેકલ્ટી સભ્યો અને અન્ય લોકોને ટેકો પૂરો પાડી રહી છે.
ChatGPT In Exam : સંસ્થાના નિવેદનમાં વિદ્યાર્થીના મૃત્યુનું કારણ પરીક્ષા દરમિયાન બનેલી ઘટનાને ગણાવવામાં આવ્યું નથી. તેના બદલે, તેમાં ઘટનાક્રમની વિગતો આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેને ખાતરી આપવામાં આવી હતી કે આ ઘટનાની તેના શૈક્ષણિક કરિયર પર કોઈ અસર પડશે નહીં.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો અને પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરતો પકડાયો હતો; તે ઘટના બાદ વિદ્યાર્થીના મૃત્યુ અંગેના અહેવાલો સામે આવ્યા પછી આ નિવેદન આવ્યું છે.
સંસ્થાએ હવે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનાના સંદર્ભમાં વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા ન હતા.
ChatGPT In Exam : વિદ્યાર્થીના મૃત્યુને કારણે IIT બોમ્બે કેમ્પસમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને સંસ્થાએ જણાવ્યું છે કે તે આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને સહયોગ આપી રહી છે.
