બગોદરા – આનંદાણી ડીએન કેમ્પસ હોસ્ટેલમાં અભ્યાસ કરતી કોળી સમાજની બે દીકરીઓના રહસ્યમય મોતને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે. ધોળકા અને બાવળા ખાતે ‘શ્રી તળપદા કોળીપટેલ યુવક મંડળ‘ મામલતદારને ફરિયાદનો પત્ર પાઠવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. અગાઉ આરતી કોલચા અને તાજેતરમાં ધરતી ગોહેલના શંકાસ્પદ મૃત્યુએ અનેક સવાલો ઉભા કર્યા છે. પરિવારનો આરોપ છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. ઘટનાસ્થળે શંકાસ્પદ પુરાવા અને ગૃહિણીઓના વિચિત્ર વર્તનના પગલે સમાજના આગેવાનોએ પોલીસને બદલે નિષ્પક્ષ ઉચ્ચ એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે., જેથી પીડિત પરિવારોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.