સુરેન્દ્રનગર દાલમીલ રોડ પર રહેતા લોકોને જાનથી મારી નાખવાની ધમકી

– સમાધાન માટે બોલાવતા ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના દાલમીલ રોડ પર આવેલી રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને અગાઉ ફોન પર થયેલી બોલાચાલીનો મામલો થાળે પાડવા ટીબી હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાલમીલ રોડ પર રાંદલ પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી સાવનભાઈ રમેશભાઈ નગવાડીયા ઉ.વ.21ને બે દિવસ પહેલા એજન્સીના માલિક (શેઠ) સાથે સિકયુરીટીમાં નોકરી કરતા તેના મિત્રના બાકી પગાર બાબતે ફોન પર બોલાચાલી થઈ હતી.

ધીરૂભાઈની વાડી પાસે રહેતા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ આ બાબતે નારાજ થઈ ફરિયાદીને સમાધાન માટે ટીબી હોસ્પિટલમાં બોલાવી હતી. જ્યાં હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી સિક્યુરિટી ઓફિસ પાસે ત્રણેય શખ્સોએ ભેગા મળી ફરિયાદીને ખુરશી, લાકડી અને લાકડી વડે માર મારી ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે પોલીસે એ-ડિવીઝન પોલીસ મથકે (1) હરપાલસિંહ જામભા ઝાલા રહેવાસી રાજરાજેશ્વરી સોસાયટી, સુરેન્દ્રનગર (2) હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ રહે ડાલમીલ રોડ, સુરેન્દ્રનગર અને (3) અજીતસિંહ રહે. બાકરથલીવાલાની અને વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version