NEET પેપર લીક: CBIએ મુખ્ય બાતમીદારો પરશુરામ રોય અને તુષાર ભટ્ટની ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડ્યા

NEET પેપર લીક: CBIએ મુખ્ય બાતમીદારો પરશુરામ રોય અને તુષાર ભટ્ટની ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડ્યા

અપડેટ કરેલ: 26મી જૂન, 2024


NEET પરીક્ષા પેપર લીક: NEET પરીક્ષાના પેપરો ફોડીને પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડીઓએ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓફિસો ખોલી ધંધો શરૂ કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમે આરોપીના વડોદરા ખાતે છાણી ટીપી-13ના નિવાસસ્થાને અને ત્યારબાદ સારાભાઇ કમ્પાઉન્ડ ખાતેની ઓફિસમાં દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

NEET પરીક્ષા પાસ કરાવવા અને વિદ્યાર્થીઓના પેપર લીક કરવાના ચાલી રહેલા કૌભાંડનો થોડા સમય પહેલા પર્દાફાશ થયો હતો. સીબીઆઈની ટીમે થોડા સમય પહેલા ગોધરા ખાતે દરોડા પાડી જવાબદારો સામે કાર્યવાહી કરી હતી.

NEET પાસ અને પેપર લીક કૌભાંડમાં પણ વડોદરાનું કનેક્શન બહાર આવ્યું હતું. મુખ્ય આરોપી પરશુરામ રોય અને તુષાર ભટ્ટ વડોદરામાં રહેતા હતા અને સારાભાઈ કમ્પાઉન્ડમાં ઓવરસીઝ કંપની નામની ઓફિસ અને ક્લાસીસ શરૂ કર્યા હતા.

તુષાર ભટ્ટ અને પરશુરામ રોયની તપાસ કરવા માટે કેન્દ્રીય તપાસ ટીમે આજે બપોરે છાણી ટીપી-13 ખાતે પરશુરામ રોયના સંસાર એપાર્ટમેન્ટના વૈભવી ફ્લેટમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. જ્યારે સમા સાવલી રોડ પર આવેલ રોયલ વિંગ બંગલા નંબર વન ખાતે તુષાર ભટ્ટ રહેતો હોઇ તેની પણ તપાસ હાથ ધરાશે તેમ જાણવા મળે છે.

સીબીઆઈની ટીમે આજે બપોરે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સંસાર લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં કામગીરી ચાલી રહી છે. જે બાદ પરશુરામ રોય અને તુષાર ભટ્ટની ઓવરસીઝ કંપની અને સારાભાઈ કમ્પાઉન્ડમાં તુષાર ભટ્ટના બંગલા પર તપાસ હાથ ધરાશે તેવું જાણવા મળે છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version