Gujarat weather : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ

Gujarat weather

Gujarat weather : મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે.

Gujarat weather : ગુજરાતમાં આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલે ગુરુવારથી મે મહિનો શરૂ થશે. મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Gujarat weather : 44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 44.9 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ44.826.6
ડીસા41.626.4
ગાંધીનગર44.026.0
વિદ્યાનગર40.724.8
વડોદરા42.426.4
સુરત34.327.4
વલસાડ
દમણ34.226.0
ભૂજ41.826.0
નલિયા36.825.2
કંડલા પોર્ટ36.626.5
કંડલા એરપોર્ટ44.326.3
અમરેલી44.523.4
ભાવનગર41.625.0
દ્વારકા33.427.1
ઓખા34.627.0
પોરબંદર37.122.4
રાજકોટ44.925.8
વેરાવળ32.527.2
દીવ34.625.8
સુરેન્દ્રનગર43.926.4
મહુવા34.423.5
કેશોદ42.025.4

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે રાજ્યમાં ગરમી વધી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે ગરમી અંગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version