ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં છે. કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ છૂટાછેડા માટે અરજી કરી છે. જ્યારે મહેસાણાની ફેમિલી કોર્ટમાં આ અરજીની સુનાવણી થઈ હતી અને કાજલ મહેરિયા અને તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે.
આ મામલો થોડા દિવસો પહેલાનો છે, કાજલ મહેરિયા અને તેના પતિએ આ મામલે મહેસાણા પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટમાં સ્ટે માંગ્યો હતો. અને તેઓ દ્વારા આવી કોઈ અરજી કરવામાં આવી ન હોવાનું જણાવાયું છે.
તમને જણાવી દઈએ કે કાજલે થોડા મહિના પહેલા આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી બંનેના પરિવારજનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને સામાજિક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને પોલીસ સ્ટેશન ગયા હતા.