અમરેલીના સુરગપુરમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી, બચાવ કામગીરી શરૂ

અમરેલીના સુરગપુરમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી, બચાવ કામગીરી શરૂ

અપડેટ કરેલ: 14મી જૂન, 2024


અમરેલીમાં બાળકી બોરવેલમાં પડી અમરેલી જિલ્લાના સુરગપુર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે. પોલીસ, NDRF, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત કલેક્ટર સહિત સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના સુરગપુર ગામમાં ખેત મજૂરની આરોહી નામની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ 108ની ટીમને જાણ કરતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version