CBSE બોર્ડે ધોરણ 12ના 400 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું CBSC બોર્ડે ધોરણ 12ના 400 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું

ગયા ફેબ્રુઆરી-એપ્રિલ લેવાયેલ

ઓલ ઈન્ડિયાનું પરિણામ વર્ષ-25ની સરખામણીમાં 3.19 ટકા ઘટ્યું છે

ભાવનગર
ભાવનગર સહિત અખિલ ભારતીય કક્ષાની CBSE બોર્ડની પરીક્ષા યોજાઈ હતી અને તેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગત વર્ષે 88.39 ટકાની સરખામણીએ આ વર્ષે 3.19 ટકાના ઘટાડા સાથે 85.20 ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના 400 વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ભાવનગર શહેર-જિલ્લામાં CBSC બોર્ડની કુલ સાત શાળાઓ કાર્યરત છે. જેમાં આ વર્ષે 11 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન લેવાયેલી ધોરણ 12ની પરીક્ષામાં 400થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આજે આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગરનું પરિણામ પણ 85 ટકા જેટલું સારું હોવાનું જાણવા મળ્યું છે. અખંડ ભારતના પરિણામો પર નજર કરીએ તો આ વર્ષે પરિણામ ગત વર્ષ 2025ના 88.39 ટકા સામે 85.20 ટકા આવ્યું છે. જેમાં 3.19 ટકાનો ઘટાડો થયો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version