મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને ભગવાન Jagannath ની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

ભગવાન જગન્નાથજી મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે આજે સવારે શહેરના Jagannath મંદિરેથી નગરચર્યાએ નીકળ્યા હતા.

પ્રથમ સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. તેમજ રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

વહેલી સવારે મંદિરમાં ભગવાનની મંગળા આરતી યોજાઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. મંગળા આરતી બાદ વિધી બાદ ભગવાનની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી. સવારે મંગળા આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિતના રાજકીય આગેવાનોએ ભગવાનનું પૂજન કરી દર્શન કર્યા હતા.

પરંપરાગત રીતે, ગુજરાતના મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી હતી. જે બાદ તેમણે રથયાત્રા શરૂ કરી હતી. રથયાત્રાની વર્ષો જૂની પરંપરા મુજબ પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરા મુજબ મુખ્યમંત્રીએ રથના પ્રસ્થાન પહેલા સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઈની વિધિ કરી હતી. આ પછી મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. વિષ્ણુપુરાણ, સ્કંદપુરાણ સહિત પુરાણોમાં રથયાત્રાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version