GSEB પૂરક પરીક્ષા 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગત 12 મેના રોજ ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ બે દિવસ લંબાવી છે, તેથી ફોર્મ 16 મે સુધી ભરી શકાશે.
ધોરણ 10-12 ની પૂરક પરીક્ષાનું સમયપત્રક
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ પૂરક પરીક્ષા 11 થી 18 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે. ધોરણ-10 ઉપરાંત, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચ ઉત્તર મૂળભૂત પ્રવાહ, વ્યવસાયિક પ્રવાહ અને સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું સમયપત્રક જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર?
પૂરક પરીક્ષાનું વિગતવાર સમયપત્રક અને અન્ય જરૂરી સૂચનાઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ website.gseb.org પર ઉપલબ્ધ છે.