હીટ વેવ – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું સૌથી ગરમ શહેર ભાવનગરમાં 41.9 ડિગ્રી હીટવેવ તાપમાન રાજ્યનું સૌથી ગરમ શહેર

સામાન્ય કરતાં સરેરાશ ચાર ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું

24 એક કલાકમાં તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો થયો હતો16 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો

ભાવનગર
ભાવનગરમાં વર્ષની ગરમીએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ચોમાસું ચાલુ હોવા છતાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળી નથી. જેના કારણે શહેરીજનોને અધિક માસમાં ચૈત્ર-વૈશાખની ગરમી સહન કરવી પડે છે. ગરમીના પ્રકોપ વચ્ચે ભાવનગર 41.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

શહેરમાં મેઘમહેર વચ્ચે આભાથી આકરી ગરમી વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 41.9 ડિગ્રીએ પહોંચતા ભાવનગરમાં મહત્તમ ગરમી નોંધાઇ હતી. કાળઝાળ ગરમીની સાથે 16 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવને મુશ્કેલીમાં વધારો કર્યો હતો. બફારામાં ગઈકાલની સરખામણીએ ભેજનું પ્રમાણ 17 ટકા ઘટીને 34 ટકા નોંધાતા થોડી રાહત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે, જૂનમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળો આકરો છે,
છેલ્લા 6 દિવસમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સરેરાશ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ રહ્યું છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version