321.021×482.396 (મૂળ: 183
માધુપુરામાંથી પકડાયેલા રૂ. 2,300 કરોડના ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ સટ્ટાબાજીના નેટવર્કના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન પર સ્ટેટ મોનિટરિંગ સેલને હજુ સુધી કોઈ લીડ મળી નથી.
હર્ષિત જૈનનું મુખ્ય કામ ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટાબાજીના પૈસા હવાલાથી દુબઈ મોકલવાનું હતું. તેના બદલામાં તેને કરોડો રૂપિયાનું કમિશન મળતું હતું.
માધુપુરામાં પકડાયેલા ક્રિકેટ સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગ સટ્ટા કૌભાંડના મુખ્ય આરોપી હર્ષિત જૈન અંગે એસએમસીના અધિકારીઓને કોઈ નક્કર કડી મળી ન હોવાથી પોલીસ અધિકારીઓ આ કેસને લગતી ઘણી વિગતો અંગે મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જો કે ગુજરાત પોલીસના હાથમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડના બાદશાહ દીપક ઠક્કરના કેસ સાથે જોડાયેલી અનેક બાબતોની કડીઓ ઉકેલાય તેવી આશા છે. દીપક ઠક્કરની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે હર્ષિત જૈન તેના દ્વારા ગુજરાતમાં ચલાવવામાં આવતા ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાંથી દુબઈમાં પૈસા મોકલવાની ચેઈન ચલાવતો હતો.
દુબઈમાં હર્ષિત જૈન અમિત મજેઠિયાનો ખાસ વ્યક્તિ હતો, જેણે મહાદેવ બુકી સાથે મળીને દેશનું સૌથી મોટું ક્રિકેટ સટ્ટાબાજીનું કૌભાંડ ચલાવ્યું હતું. હર્ષિત જૈન તેના તમામ સટ્ટાબાજીના નાણાં ગુજરાતમાંથી હવાલા મારફતે દુબઈ મોકલવા માટે જવાબદાર હતો. આમ, હર્ષિત જૈન, આ સમગ્ર કૌભાંડમાં દિપક ઠક્કર અને અમિત મજેઠીયા મુખ્ય આરોપી છે. જેથી રેડ કોર્નર નોટિસના આધારે હર્ષિત જૈન અને અમિત મજેઠિયાને ભારત લાવી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પૂછપરછ કરવા માટે સ્થાનિક એજન્સીઓની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય એજન્સીઓ પણ દીપક ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેની પૂછપરછ કરશે.