સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ: વહીવટમાં મોટો ફેરફાર, 68 અધિકારીઓની બદલી | ગુજરાતમાં 68 GAS અધિકારીઓ અને મામલતદારોની બદલીઓ

68 GAS અધિકારીઓ અને મામલતદારોની બદલીઓ : ગુજરાતમાં 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને વહીવટી પારદર્શિતા માટે મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. 4 એપ્રિલ, 2026 ના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, 34 અધિકારીઓ અને GAS કેડરના 34 અધિકારીઓ સહિત કુલ 68 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

વહીવટીતંત્રમાં મોટા ફેરબદલ, 68 અધિકારીઓની બદલી

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ બદલી કરાયેલા તમામ અધિકારીઓને સંબંધિત જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે ખાસ ચૂંટણી વ્યવસ્થાપન માટે મંજૂર કરાયેલ હંગામી મહેકમ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1 ના 34 અધિકારીઓ મુખ્યત્વે જિલ્લા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે. મામલતદારો, વર્ગ-2 કેટેગરીના 34 મામલતદારોને સંબંધિત જિલ્લાઓમાં ‘મામલતદાર (ચૂંટણી)’ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

આ તમામ અધિકારીઓ તેમની નવી ચૂંટણી જવાબદારીઓ સાથે તેમની વર્તમાન પોસ્ટનો વધારાનો હવાલો સંભાળશે.

આ પણ વાંચોઃ ભાજપમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ; નવા ધારાધોરણોથી અનેક ઉમેદવારોના પત્તાં કપાશે, આયાતી ઉમેદવારોને તક નહીં મળે!

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version