સુરત મહાનગરપાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 સમિતિઓની બેઠક મળશે સુરત મહાનગરપાલિકા આગામી શુક્રવારે 7 વિવિધ સમિતિઓની બેઠક યોજશે

સુરત કોર્પોરેશન : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં શાસકો હવે ’20-20′ ફોર્મેટમાં છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત 11મી માર્ચના રોજ પુરી થવાની છે અને તે પહેલા વિકાસના કામોને પૂર્ણ કરવા માટે તાકીદની બેઠકો યોજવામાં આવી રહી છે. આગામી શુક્રવારના રોજ એક જ દિવસે સ્થાયી સમિતિ સહિત વિવિધ સાત સમિતિઓની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 100થી વધુ કામો રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યા છે અને આગામી સામાન્ય સભામાં તમામ કામો મંજૂર કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલમાં 20-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મેચમાં ડેથ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનારી ટીમને વિજેતા કહેવામાં આવે છે. બરાબર આ મોડમાં પાલિકાના શાસકો આવી ગયા છે. સુરત મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત 11મી માર્ચના રોજ પુરી થઈ રહી છે.જેના કારણે આગામી શુક્રવારે એક જ દિવસે સ્ટેન્ડિંગ કમિટી સહિતની સાત અલગ-અલગ કમિટીની બેઠક મળશે, જેમાં 100થી વધુ કામો રજૂ કરીને મંજૂર કરવામાં આવશે. હાલમાં ક્રિકેટ જગતમાં એવી ચર્ચા છે કે 20-20 વર્લ્ડ કપની ગરમી વચ્ચે જે ટીમ ‘ડેથ ઓવર’માં વધુ રન બનાવે છે તે જીતે છે. બરાબર એ જ રીતે પાલિકાના શાસકો પણ મુદત પૂરી થાય તે પહેલા છેલ્લા દિવસોમાં વિકાસના કામોનો સ્કોર વધારવા તલપાપડ બન્યા છે. આચારસંહિતા જાહેર થાય તે પહેલા સામાન્ય સભા બોલાવવા, સમિતિઓમાં મંજૂર થયેલા કામોને લીલીઝંડી આપવા તૈયારીઓ ચાલી રહી છે.

11 માર્ચે ટર્મ પૂરી થાય તે પહેલા વધુ ત્રણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો યોજાય તેવી શક્યતા છે. વર્તમાન બેઠકમાં કતારગામ શાળાના સ્થળાંતર સહિત કુલ 21 કામો રજૂ કરવામાં આવ્યા છે. 11મી માર્ચ પહેલા મળનારી સામાન્ય સભામાં સમિતિઓ દ્વારા પસાર કરાયેલી તમામ દરખાસ્તો રજૂ કરી મંજૂર કરવામાં આવશે.ત્યારબાદ વિકાસ કામોના મુહૂર્ત પણ ઝડપથી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

મુદ્દત પુરી થતા શાસકોની ઉતાવળ દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે શું આ ‘ડેથ ઓવર’ નિર્ણયો શહેરને લાંબા ગાળે ફાયદો કરે છે કે પછી માત્ર ચૂંટણી પૂર્વેનું રાજકીય સ્કોરકાર્ડ સાબિત થાય છે.

આ સમિતિની બેઠક શુક્રવારે મળશે

શુક્રવારે સવારે 10 કલાકે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સાથે વિવિધ કમિટીઓમાં ડ્રેનેજ કમિટીની બેઠક મળશે અને 6 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે બાદ 10.30 કલાકે મળનારી જાહેર પરિવહન સમિતિની બેઠકમાં બે કામો રજૂ કરવામાં આવ્યા છે. 11.30 કલાકે મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 20 કામો અને બપોરે 2.30 કલાકે ટી.પી. કમિટીની બેઠકમાં 5 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.

બપોરે 1.30 કલાકે પાણી સમિતિની બેઠક મળશે જેમાં 2.30 કલાકે લાઇટ અને ફાયર કમિટીની બેઠકમાં 30 માટે 17 કામો પ્રસ્તાવિત કરાયા છે. જેના કારણે શુક્રવારે વિવિધ સમિતિઓની બેઠકના કારણે નગરપાલિકા કચેરી વ્યસ્ત રહેશે અને સ્ટેન્ડિંગ સહિત વિવિધ 7 સમિતિઓની બેઠકમાં કુલ 101 કામો રજૂ કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version