સુરત કોર્પોરેશન AAPનો વિરોધ : સુરત શહેરમાં ઠેર-ઠેર ખાડાઓની સમસ્યાથી લોકોમાં ભારે વિરોધ થયો છે. પાલિકાની સભામાં શાસક પક્ષના સભ્યો વિરોધ કરી રહ્યા છે જ્યારે વિરોધ પક્ષના સભ્યો હવે ખાડાઓની સમસ્યાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. શહેરના રસ્તાઓ જ્યાં પડી ગયા છે ત્યાં કેક કાપી ખાડાની ઉજવણી કરીને શાસકો અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કાર્યક્રમ જાહેર માર્ગ પર હોવાનું જણાવી વિરોધ પક્ષના નગરસેવકોની અટકાયત કરી હતી.
સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલા રસ્તાઓ બનાવવામાં આવે છે અને ચોમાસામાં રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે આ રસ્તાઓના સમારકામ માટે કરોડો રૂપિયા વેડફાય છે. તેમ છતાં શહેરમાં ખાડાઓની સમસ્યાનું નિરાકરણ ન આવતાં લોકોએ અવાજ ઉઠાવ્યો છે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓનું સમારકામ કરવાના દાવા કરવામાં આવે છે પરંતુ શહેરના મોટાભાગના માર્ગો પર હજુ પણ અનેક ખાડાઓ છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાના વિરોધ પક્ષે નગરપાલિકા તંત્રનું ધ્યાન દોરવા માટે જે જગ્યાએ ખાડા છે ત્યાં જઈને ખાડાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. પાલિકાના વિરોધ પક્ષના સભ્યોએ ખાડામાં જઈને કેક કાપી હતી. જોકે પોલીસે તેમની અટકાયત કરી હતી.