સુરત પાસે જીવલેણ અકસ્માત, આરોપીઓને લઇ જતી રાજકોટ પોલીસની કારને આઇશર સાથે ટક્કર, 1નું મોત, 4 ઘાયલ


રાજકોટ પોલીસ અકસ્માતની ઘટના: રાજકોટ જીલ્લા એલસીબી પોલીસની ટીમ સુરતથી આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે નાના બોરસરા ગામ પાસે પાછળથી આવતી આઈશર ટેમ્પાએ પોલીસની કારને ટક્કર મારતા આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે એક આરોપી અને ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આરોપીને લઈ જતી પોલીસને અકસ્માત નડ્યો હતો

સુરતના નાના બોરસરા ગામ પાસે રાજકોટ પોલીસની કાર અને આઈશર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસની ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું અને ચાર લોકો ઘાયલ થતા તેઓને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લાના ‘આધાર’ કેન્દ્રો પર લોકો બન્યા ‘નિરાધાર’, જનસેવા કેન્દ્રો પર જોવા મળ્યા હંગામો

એકનું મોત અને ચાર ઘાયલ

અકસ્માતમાં પોલીસકર્મી દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા અને એક આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર ઘાયલ થયા હતા.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version