સુરત, જામનગર અને વડોદરા નગરપાલિકા કચેરીઓને ઉડાવી દેવાની ધમકીથી ગભરાટ

બોમ્બની ધમકીના સમાચાર: ગુજરાતના વિવિધ શહેરોની નગરપાલિકાઓને બોમ્બની ધમકી આપવામાં આવી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જામનગર, વડોદરા અને ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની મુખ્ય કચેરીઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી અને સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડી આવી હતી. આ ધમકીભર્યા મેસેજને પગલે પાલિકા કચેરી ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધમકી મળતા જ ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું

પ્રાથમિક માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત પોલીસની મોટી ટુકડી, સ્થાનિક બોમ્બ સ્કવોડ (BDDS) અને ડોગ સ્કવોડની ટીમ તાત્કાલિક ઓફિસે દોડી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ તમામ મ્યુનિસિપલ વિભાગો, પાર્કિંગ વિસ્તારો અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જામનગર અને વડોદરા નગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

જામનગર મહાનગરપાલિકા કચેરીમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેઈલ બુધવારે સવારે 10 વાગ્યાથી મળતાં તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક અસરથી પાલિકાની આખી ઈમારતને ખાલી કરાવવામાં આવી હતી. જોકે, કલાકોની સખત તપાસ બાદ પણ કોઈ બોમ્બ ન મળતાં આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી અને મનપાને ફરી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે વડોદરામાં પણ આવી જ રીતે પાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

લોકોએ ગભરાવાની જરૂર નથી

આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કર્મચારીઓ અને કામ અર્થે આવેલા સામાન્ય નાગરિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. બીજી તરફ સુરત પોલીસની સાયબર ક્રાઈમ સેલની ટીમ પણ સક્રિય બની છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version