સુરતમાં હાઈ એલર્ટ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ બેઠક શરૂ થાય તે પહેલા જ ભારે હોબાળો અને વિરોધ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓના પોસ્ટરોએ હિન્દુ વિસ્તારોમાં ગરમાવો લાવી દીધો છે અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ વિરોધ કર્યો છે.
વિરોધ કરનારા નેતાઓએ પોસ્ટર પર શાહી ફેંકી હતી
ગોડાદરામાં સભાના સ્થળની આસપાસ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ યેસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
