સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 70 પતંગબાજો ઉમટ્યા હતા અને પ્રેક્ષકોને રંગબેરંગી વિશાળકાય પતંગો અને પતંગબાજોના કરતબો જોવાનો મોકો મળ્યો હતો. દર્શકોએ ઉત્સાહભેર પતંગ ચગાવવાની મજા માણી હતી.