સુરતઃ કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈઓના મોત, એકને બચાવવા જતાં અન્ય ત્રણ લોકો પણ ડૂબી ગયા. સુરત ટ્રેજેડી: કાકરાપાર ડેમમાં ચાર મિત્રો એકબીજાને બચાવવા જતાં ડૂબી ગયા

કાકરાપાર ડેમમાં ચાર મિત્રો ડૂબી ગયા સુરતઃ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાકલ ગામે કારાપર ડેમમાં પશુઓને પાણી આપવા જતા એક ભાઈને ડૂબતા બચાવવા જતાં અન્ય ત્રણ ભાઈઓ પણ ડૂબી ગયા હતા. એક જ પરિવારના ચાર યુવાનોના મોતથી ચૌધરી પરિવાર પર શોકની છાયા છવાઈ ગઈ છે.

પશુઓને પાણી પીવડાવવા જતાં અકસ્માત સર્જાયો હતો

માંડવી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 11 મેના રોજ બપોરના સમયે બની હતી. વાકલ ગામનો એક યુવાન પશુઓને પાણી આપવા માટે કાકરાપાર ડેમના હેઠવાસ ભાગમાં ગયો હતો, જ્યાં તે અચાનક લપસીને ઉંડા પાણીમાં પડી ગયો હતો. મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારના અન્ય ત્રણ ભાઈઓ તેને શોધવા ડેમ પર પહોંચ્યા હતા. કિનારા પરના કપડા જોઈને ભાઈ પાણીમાં હતો, તેને બચાવવા ત્રણેય ભાઈઓ એક પછી એક પાણીમાં કૂદી પડ્યા. પરંતુ પાણીના જોરદાર પ્રવાહ અને ઉંડાણમાં ચારેય ભાઈઓ ડૂબી ગયા હતા.

અકસ્માતમાં જીવ ગુમાવનાર સાહિલ જીતેન્દ્ર ચૌધરી, કોશિક જીતેન્દ્ર ચૌધરી, ગણેશ નાનસિંહ ચૌધરી અને પ્રવીણ બાલુ ચૌધરી વાકલ ગામના ચૌધરી પરિવારના પિતરાઈ ભાઈઓ છે.

આ પણ વાંચો: જેલ સુરક્ષા લીક! અમદાવાદની સાબરમતી જેલના મુખ્ય દરવાજામાંથી કુખ્યાત કેદી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

તરવૈયાઓની કલાકોની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો

ઘટનાની જાણ થતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અંધારાના કારણે ગઈકાલે સાંજે શોધખોળ બંધ કરવી પડી હતી, પરંતુ આજે (12મી મે) વહેલી સવારે કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાના તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.

વાકલ ગામમાં શોકનું મોજુ

એક જ પરિવારના ચાર કમાઉ પુત્રોના અકાળે મોતથી સમગ્ર વાકલ ગામમાં અને ચૌધરી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. ભાઈને બચાવવાની હિંમત સમગ્ર પરિવાર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version