ભુજ, 29 જૂન, 2026: શ્રી નાનારેહા પ્રાથમિક શાળા, ભુજ તાલુકા માનનીય શ્રી વી આર રોહિત સાહેબ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભુજ અધ્યક્ષ તરીકે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા ફાઉન્ડેશન તરફથી દરેક પાત્રતા ધરાવતા બાળકને સ્કુલ બેગ તેમજ દરેક શાળાના બાળકોને નોટબુક તેમજ પારલેજી કંપની તરફથી વોટર બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજા સાહેબ કે જેમણે શિક્ષકોની અછત હોય ત્યારે શિક્ષકોની વ્યવસ્થા અને મફત ટ્યુશનમાં હંમેશા સહકાર આપ્યો હતો અને તમામ દાતાઓનો આભાર માન્યો હતો.

પ્રવેશોત્સવની સાથે સાથે શાળાના શિક્ષિકા વૈશાલીબેન આર.ખરાચલીયાની જિલ્લામાં બદલી થતા શાળા પરિવાર તરફથી સ્મૃતિ ચિન્હ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો સરૂપાજી જાડેજા, ગેલુભા જાડેજા, અજયસિંહ જાડેજા, રઘુવીરસિંહ સોઢા, આમદ થારીયા, પથુભા, જાડેજા વિક્રમસિંહ, કુલદીપસિંહ જાડેજા, જયશ્રીબેન અને આંગણવાડીના તાહીરાબેન, એસએમસીના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જટુભા રાઠોડ સહિત શિક્ષકો ઉર્વી મિસ્ત્રી, વિઠ્ઠલ પ્રજાપતિ, પરિશા પોપટ, ગૌતમ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ અને ભાવિક ચૌહાણ જોડાયા હતા.