cURL Error: 0 વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 40થી વધુ કાર્યકરોની અટકાયત મતદાનમાં ગોટાળાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, 40થી વધુ કાર્યકરોની અટકાયત - PratapDarpan
Home Gujarat વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 40થી વધુ કાર્યકરોની અટકાયત મતદાનમાં...

વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 40થી વધુ કાર્યકરોની અટકાયત મતદાનમાં ગોટાળાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, 40થી વધુ કાર્યકરોની અટકાયત

0

SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયામાં સાચા મતદારોના નામો કમી કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે આજે વિરોધ કર્યો હતો.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે સયાજીનગર ગૃહથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી 40 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી.

અટકાયત દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય, વોટ ચોરી બંધ કરો જેવા નારા લગાવ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિએ ગઈકાલે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા ખોટા વાંધાઓ ઉઠાવીને SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ-7નો દુરુપયોગ કરીને 46,266 સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કપાત કરવાનું ષડયંત્ર છે.

પોલીસની કાર્યવાહીથી નારાજ કોંગ્રેસના આગેવાનોએ આજે ​​અકોટા પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. સાથે જ તેમને કયા ગુનામાં અટકાયત કરવામાં આવી અને કયા અધિકારીના આદેશથી તેમને ધક્કો મારવામાં આવ્યો તે અંગે ફરિયાદ કરી લેખિતમાં ખુલાસો કરવા માંગ કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version