વડોદરા નજીક મહિસાગર નદીના કોટણા બીચ પર ન્હાવા ગયેલા 9 યુવકો પૈકી 2ના ડૂબી જવાની કરુણ ઘટના આજે પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને 2 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યાં આ ઘટનામાં અન્ય 7 યુવકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જે બાદ મૃતદેહો નંદેસરી પોલીસને સોંપવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણ વિજય રાજપૂત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 9 લોકોનું એક જૂથ કોટના બીચ પર નહાવા માટે પહોંચ્યું હતું. જો કે, અચાનક ડૂબી જવાની ઘટના બની હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે સાત અન્ય લોકોને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા હતા. જો કે માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ ગ્રૂપના કેટલાક યુવકો તરીને આવડતા હતા તેથી તેમણે અન્ય લોકોને પણ બચાવ્યા હતા.