1
વડોદરાઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લા બજેટમાં પીએમ ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરી હતી. આ યોજનાના ભાગરૂપે, ઉમેદવારોને વડોદરાની 38 સહિત ગુજરાતની 112 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે.
પીએમ ઈન્ટર્નશીપ યોજના સત્તાવાર રીતે સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં ભારતની 500 જેટલી ટોચની કંપનીઓને સામેલ કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 112 કંપનીઓમાં 12246 ઉમેદવારો અને વડોદરાની 38 કંપનીઓમાં 1513 ઈન્ટર્નશિપની જગ્યાઓ બનાવવામાં આવશે.