![]()
વડોદરાઃ વડોદરામાં હવામાનમાં પલટો આવતા અને વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે.
વડોદરામાં તાજેતરમાં વાવાઝોડા સાથેના વરસાદને કારણે કેરી, ઘઉં, કેળા, મકાઈ, કપાસ જેવા પાકોને નુકસાન થયું હતું. પરંતુ ખેતીવાડી વિભાગે પાકને કોઈ નુકશાન ન હોવાનું કહીને કોઈ સર્વે કર્યો ન હતો.
ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણ વાદળછાયું બન્યું છે. આ કારણે ઘઉં અને દિવેલા જેવા પાકો મોટાભાગે લણવામાં આવ્યા છે, તેથી તેને નુકસાન થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેરી, જાંબુ જેવા ફળોને નુકસાન થવાની ભીતિ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/23/ahmedabad-monsoon-rain-data-2026-07-23-11-46-04.jpg?w=100&fit=100,100&ssl=1)