– સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું
– હાથથી વણેલા કાપડ, માટીના વાસણો અને કાઠિયાવાડી વાનગીઓના સ્ટોલ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
લીંબડી: લીંબડી નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા અને સંસ્કૃતિને વેગ આપવા માટે ભીમનાથ સોસાયટી ખાતે છ દિવસીય ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટીવલ)નું આયોજન કરવામાં આવ્યું છે.
નિમ્બાર્ક પીઠના મહંત લાલદાસજી બાપુ, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ અને અગ્રણી પ્રકાશભાઈ સોનીની ઉપસ્થિતિમાં મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાન છે.
મેળામાં હાથથી વણાયેલા સૂટ, ભરતકામ, માટીકામ, શુદ્ધ મસાલા અને કૃષિ પેદાશોના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. વચેટિયાઓ વિના ગ્રાહકો સાથે સીધો સંચાર થવાને કારણે સ્થાનિક કારીગરોને ઉત્પાદનોના વાજબી ભાવ મળી રહ્યા છે. શહેરીજનોમાં ચાઈનીઝ ચીજવસ્તુઓને બદલે સ્વદેશી બનાવટો ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આયોજન નવી પેઢીને ભારતીય વારસાનો પરિચય કરાવતા સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરી રહ્યું છે.