
– દારૂ અને વાહન ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત
– વાંકાનેર, વિરમગામ, પાટડી, શંખેશ્વર, રાજકોટ સહિત અનેક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુના.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસે ચોરીના ગુનાના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ પૂછપરછ કરતાં બંને 6 થી 7 પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાઇ આવતાં બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
