બગસરાના હડાળા પાસે બોલેરો પીકઅપ પલટી, એક મહિલાનું મોત, અનેક ઘાયલ


અમરેલીમાં માર્ગ અકસ્માત અમરેલીના બગસરાના હડાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બોલેરો પીકઅપ રોડ પર પલટી જતાં 40 વર્ષીય વિજયાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. વડિયાના ધોંધિયા પીપલિયા અને સાકરોલા ગામના વાવલિયા પરિવાર લાપસી કરવા ધારી ખોડિયાર ગયા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને 10 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version