સુરત સમાચાર: સુરતના પુણે વિસ્તારની એક યુવતીને ઓનલાઈન ગેમ ‘ફ્રી ફાયર’ અને ‘પબજી’ રમવાની શોખીન હતી. આ ગેમ રમતી વખતે તેની મુલાકાત કેરલમના વતની હિશામ મુનીર નામના યુવક સાથે થઈ હતી. ગેમ રમતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.
અવારનવાર શારીરિક સંબંધો બાંધતા હતા
પ્રેમ પ્રકરણ બાદ યુવતી કેરલમ ખાતે પીજીમાં રહેવા જતી રહી હતી. દરમિયાન આરોપી હિશામ મુનીરે તેણીને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સતત શોષણના કારણે યુવતી ગર્ભવતી બની હતી. યુવતીએ સગર્ભા હોવાની અને લગ્ન કરવાની વાત કરતાં આરોપી હિશામ પોતાનો અસલી ચહેરો બતાવી તેણીને નિરાધાર છોડીને ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ NMMSમાં સુરત પાલિકાની મજબૂત શક્તિઃ મેરિટમાં 375 વિદ્યાર્થીઓ, દક્ષિણ ગુજરાતમાં એક વિદ્યાર્થી નંબર 1
પુણે પોલીસે આરોપીને જેલમાં ધકેલી દીધો
પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને અન્યાય સામે લડત આપવા માટે યુવતી સુરત પરત ફરી હતી અને આરોપી વિરુદ્ધ પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેરલમના એક યુવક હિશામ મુનીરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.