![]()
અમદાવાદ, શનિવાર, ફેબ્રુઆરી 21, 2026
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે માત્ર બે દિવસમાં પ્રેમચંદનગરમાં પીજી તરીકે ઉપયોગમાં લેવાતા આઠ મકાનોના સીલ ખોલી નાખતા વિભાગની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે. નાયબ એસ્ટેટ અધિકારીએ વસુલવામાં આવેલ વહીવટી ચાર્જની રકમ જાહેર કરવાની પણ તસ્દી લીધી ન હતી.
બોડકદેવ વોર્ડના પ્રેમચંદનગરમાં એસ્ટેટ વિભાગે પીજી તરીકે ઉપયોગમાં લેવાતા વીસ મકાનોને સીલ કર્યા હતા. પરંતુ રાજકીય દબાણના કારણે સીલ કરાયેલા વીસ પૈકી આઠ મકાનોના સીલ માત્ર 48 કલાકમાં જ ખોલી દેવામાં આવ્યા હતા. કોર્પોરેશને સીલબંધ આવાસની વાત જાહેર થતાં ભવિષ્યમાં આ મકાનોનો પીજી તરીકે ઉપયોગ ન થાય તેવું કારણ રજૂ કર્યું છે અને આ મકાનમાં વિદ્યાર્થીઓ રહેતા હોવાથી અને પરીક્ષાનો સમય હોવાથી મકાનના માલિકે સમય માંગ્યો છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/12/census-management-2026-05-12-16-08-33.jpg?w=100&resize=100,100&ssl=1)