પાટીદાર સમાજમાં નવા ‘સામાજિક બંધારણ’ માટે કવાયત! રિવાજોમાં ફેરફાર અને લવ-મેરેજ નિયમો બનાવવા પર ચર્ચા સુરત સમાચાર પાટીદાર સમાજ નવું બંધારણ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ વાડી ભૂમિ પૂજન

સુરત ન્યુઝઃ સુરતમાં વસતા પાટીદાર સમાજમાં હવે સામાજિક દુષણોને ડામવા માટે આધુનિક સમય પ્રમાણે નવું બંધારણ લાગુ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે, હાલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર આગેવાનોએ નવા બંધારણને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

પ્રેમ લગ્ન માટે માતાપિતાની સંમતિ જરૂરી છે

બીજી તરફ એવું પણ કહેવાય છે કે પ્રેમ લગ્નમાં માતા-પિતાની સંમતિ હોવી જોઈએ. પાટીદાર આગેવાનોએ સામુહિક રીતે જણાવ્યું હતું કે, દિકરા-દિકરીઓ નાની ઉંમરે જ ખોટાં પગલાં ભરતાં હોય છે, જેથી તેમનું અને તેમના પરિવારનું જીવન બગડે નહીં, દરેક સમાજને ઉપયોગી બને તેવો કાયદો ઘડવાની જરૂર છે.

અનિયમિત ખર્ચ બંધ કરવો જોઈએ

શ્રી ઉમિયાધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પીઢ પાટીદાર આગેવાન જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું છે કે, પાટીદાર સમાજ આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરી રહ્યો છે પરંતુ તેને જાળવવા સામાજિક માળખું જરૂરી છે. લગ્નમાં થયેલા ખર્ચનો ઉલ્લેખ કરીને તેમણે દલીલ કરી હતી કે હાલમાં ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે જે બંધ થવો જોઈએ. લેખિત સ્વરૂપમાં બંધારણ હોવું જોઈએ જેથી સમાજ રિવાજો સાથે સમાધાન કરીને એક નિયમથી બંધાય.

બંધારણ ઘડવામાં આવશે, અમલીકરણ પણ કડક રીતે થશે

આ સાથે ઉપસ્થિત પાટીદાર સમાજના તમામ આગેવાનોએ એક અવાજે કહ્યું કે સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે, જો તમામ લોકો સહમત થશે તો બંધારણ ઘડવામાં આવશે અને તેનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3 ની 388 જગ્યાઓ માટે ભરતી: GSSSB સૂચના, ફોર્મ ભરવાની તારીખ જાણો

પુત્ર-પુત્રીઓમાં સંસ્કારનું સિંચન

કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં ભૂમિપૂજન અંગે એક પાટીદાર અગ્રણીએ જણાવ્યું હતું કે, હાલમાં સુરતમાં સૌરાષ્ટ્રમાંથી 11 હજાર જેટલા પરિવારો અહીં વસવાટ કરી રહ્યા છે. જેથી આવનારા સમયની માંગને જોતા ભવ્ય સમાજ ભવન બનાવવાની જરૂર હતી તેથી આ સમાજ ભવન બનાવવામાં આવી રહ્યું છે. જેના થકી સમાજનું સંગઠન અને વ્યવસ્થા મજબૂત થશે. દિકરા-દિકરીઓમાં સંસ્કાર કેળવવા, સમાજને ખોટા ખર્ચાથી બચાવવા અને સમાજમાં કોઈપણ સંકટ ટાળવા માટે સામાજિક માળખું પણ ખૂબ જ જરૂરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version