પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે લગાવાયેલ વોટર કુલર બંધ પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે લગાવાયેલ વોટર કુલર બંધ

90 ગામોના અરજદારો કાળઝાળ ગરમીમાં પરેશાન છે

બેઠક વ્યવસ્થાના અભાવે વૃદ્ધો અને મહિલાઓને જમીન પર બેસવાની ફરજ પડી રહી છે

તંત્રની બેદરકારી સામે રોષ

પાટડી – સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદનમાં પ્રાથમિક સુવિધાના અભાવે અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે,
ત્યારે દસાડા તાલુકાના 90 થી વધુ ગામડાઓમાંથી પોતાના કામ અર્થે આવતા લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સેવાસદનમાં લાખોના ખર્ચે લગાવવામાં આવેલ વોટર કુલર ઘણા સમયથી બંધ હોવાથી અરજદારોને બહારથી વેચાતા પાણીની મોંઘી બોટલો ખરીદવાની ફરજ પડી રહી છે.

પાણીની સમસ્યા ઉપરાંત કચેરીમાં બેઠક વ્યવસ્થાની પણ ભારે અછત છે. પુરતી ખુરશીઓ ન હોવાથી દૂર-દૂરથી વૃદ્ધો આવે છે,
મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ઓફિસના વરંડામાં બેસી જવાની ફરજ પડી રહી છે. વકીલો માટે પણ અલગથી બેઠક વ્યવસ્થા ન હોવાથી કામકાજમાં મુશ્કેલી પડે છે. આધુનિક બિલ્ડીંગ હોવા છતાં સામાન્ય જનતા માટે પીવાનું પાણી અને બેસવાની જગ્યા જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. જવાબદાર અધિકારીઓ વહેલી તકે આ સુવિધાઓની ખાતરી આપે તેવી સ્થાનિકોની માંગ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version