જાન્યુઆરી 2026માં સીએનજીના ભાવમાં ઘટાડો: વર્ષ 2026 ની શરૂઆત CNG વાહન ચાલકો માટે સારા સમાચાર લઈને આવી છે. અદાણી ગેસે CNGના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનાથી મધ્યમ વર્ગ અને લાંબા સમયથી ભાવ વધારાનો સામનો કરી રહેલા વાહનચાલકોને મોટી રાહત મળી છે.
પ્રતિ કિલોના ભાવ રૂ. 1.21નો ઘટાડો
અદાણી દ્વારા પ્રતિ કિલો સીએનજીનો ભાવ રૂ. 1.21નો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલો. નવા વર્ષના પ્રારંભે મળેલી આ રાહતથી વાહન ચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.
વર્ષ 2025માં કિંમતોમાં સતત વધારો થયો હતો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ હતું. વર્ષ 2025 દરમિયાન અદાણીએ કુલ ચાર વખત ભાવ વધાર્યા હતા. જાન્યુઆરી 2025: રૂ. 1.50નો જંગી વધારો કરાયો હતો. પછી બે મહિના પછી માર્ચ 2025: 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025: 40 પૈસાનો વધારો વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40નો ભાવ વધારો થયો હતો.
સતત વધી રહેલા મોંઘવારી દર વચ્ચે સીએનજીના ભાવમાં આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ડ્રાઇવરો, રિક્ષાચાલકો અને રોજેરોજ મુસાફરી કરતા વ્હાઇટ કોલર કામદારો માટે રાહતરૂપ સાબિત થશે. 2026ની શરૂઆતમાં મળેલી આ ભેટને કારણે અન્ય ખર્ચાઓમાં પણ થોડો ફાયદો થવાની આશા છે.