ધોરણ 10 અને ધોરણ 12 ના ઉમેદવારોએ શાળામાંથી હોલ ટિકિટ મેળવવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 11મી જૂનથી યોજાનારી 10મા અને 12માની પૂરક પરીક્ષા 2026ની હોલ ટિકિટ અંગે સોમવારે મહત્વની જાહેરાત કરી છે. શાળાઓની આ હોલ ટિકિટ બોર્ડ દ્વારા ઓનલાઈન મુકવામાં આવી છે. ઉમેદવારોએ આ હોલ ટિકિટ તેમની શાળામાંથી મેળવવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જે ઉમેદવારો એક અથવા વધુ વિષયોમાં ગેરહાજર અથવા નાપાસ થયા હોય તેમજ જે ઉમેદવારો પાસ થયા હોય પરંતુ તેમના પરિણામો સુધારવા માંગતા હોય તેઓએ પૂરક પરીક્ષા આપવાની રહેશે.

બોર્ડ દ્વારા લેવાતી આ પૂરક પરીક્ષા 11મી જૂનથી શરૂ થશે.આ પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ અંગે સોમવારે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ આર આર વ્યાસે એક અખબારી યાદીમાં શાળાઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સલાહ આપી છે. ઉમેદવારોએ જે તે શાળામાંથી તેમની હોલ ટિકિટ મેળવવાની રહેશે.

પૂરક પરીક્ષા 2026 કાર્યક્રમ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ છે પૂરક પરીક્ષા 2026 કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું છે. તદનુસાર, ધોરણ 10 માટેની પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ થશે અને 19 જૂન સુધી ચાલશે. આ ઉમેદવારો માટે પરીક્ષાનો સમય સવારે 10:00AM થી 01:15PM છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 થી 17 જૂન દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો સમય બપોરે 03:00 થી 06:30 સુધીનો રાખવામાં આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય સવારે 10:30 થી બપોરે 01:45 સુધીનો છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version