દિવાળી પહેલા વટવામાં બે અને મણિનગરમાં એક હત્યા સહિત ત્રણ બનાવ બન્યા હતા

અમદાવાદ, બુધવાર

પૂર્વ વિસ્તારમાં વટવામાં બે મહિલા અને મણિનગરમાં એક યુવક સહિત હત્યાના ત્રણ બનાવોને પગલે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. જેમાં મણિનગરમાં ફૂટપાથ પર રહેતા બે યુવકો પાસે એક શખ્સ આવ્યો હતો અને પત્તો કોણે લીધો તે બાબતે ઝઘડો કરી બંને યુવકો પર પથ્થર વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે વટવામાં પતિએ તિક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. તેમજ વટવામાં મોબાઈલ ચોરીની આશંકામાં ચાર લોકોએ યુવકને પકડીને ઢોર માર માર્યો હતો અને લાશને કચરા પેટી પર મુકી યુવકની લાશને નગ્ન અવસ્થામાં દૂરની જગ્યાએ ફેંકી દીધી હતી. ત્રણેય બનાવમાં મણિનગર પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version