ગુજરાત કોંગ્રેસના એક નેતાએ જંતરમંતર ઘટના સંદર્ભે AI ફોટો શેર કરીને ગંભીર વિવાદ સર્જ્યો હતો

રિવોઈ સમાચાર, જુલાઈ 24, 2026 – ગુજરાત કોંગ્રેસના એક નેતાએ નવી દિલ્હીમાં તાજેતરની જંતરમંતર ઘટનાનો AI ફોટો શેર કરીને ગંભીર વિવાદ ઉભો કર્યો છે.

મગાભાઈ પટેલ નામના કોંગ્રેસના નેતાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત પોલીસ કાર્યવાહીનો એક બિહામણું સંપાદિત ફોટો શેર કર્યો અને લખ્યું,

“આટલા શરમજનક દ્રશ્યો કદાચ અંગ્રેજોના શાસન દરમિયાન પણ જોવા મળ્યા ન હોય.

આ સરકાર સંવેદનહીન બની ગઈ છે. જો કોઈ તેના કાર્યોનો વિરોધ કરશે તો તેને હિન્દુ વિરોધી ગણાવવામાં આવશે.

શું આ બધા છાત્રો (વિદ્યાર્થીઓ) બિન-હિંદુ હતા?

ગુજરાત કોંગ્રેસના એક નેતાએ જંતરમંતર ઘટના સંદર્ભે AI ફોટો શેર કરીને ગંભીર વિવાદ સર્જ્યો હતો
કોંગ્રેસ નેતા દ્વારા તેમના ફેસબુક પેજ પર એક પોસ્ટ

આ લખાય છે ત્યાં સુધીમાં થરાદના મગાભાઈ પટેલની પોસ્ટને 482 લાઈક્સ અને 213 કોમેન્ટ્સ મળી છે. જો કે, કોમેન્ટમાં ઘણા લોકોએ કહ્યું છે કે આ એક AI જનરેટેડ ફોટો છે અને આવું કંઈ થયું નથી. કેટલાક જાગૃત લોકોએ પોસ્ટની નીચે ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસને ટેગ કરીને પોલીસનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. તેમજ કેટલાક લોકોએ મગાભાઈને તેમની આવી ખોટી અને નીચ પોસ્ટ ડિલીટ કરવાની સલાહ આપી છે.

વિવાદાસ્પદ પોસ્ટ મુકનાર કોંગ્રેસના નેતા

એક તરફ, ખાસ કરીને દિલ્હીમાં NEET પરીક્ષા અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને તંગદિલીનો માહોલ છે ત્યારે કોંગ્રેસ નેતા દ્વારા આવી પોસ્ટ શા માટે કરવામાં આવી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એવું માનવામાં આવે છે કે મગાભાઈ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી તેમની પોસ્ટ પણ કાઢી શકે છે. (દરમિયાન, નવીનતમ માહિતી અનુસાર, મગાભાઈએ ફેસબુક પરથી તેમની વિવાદાસ્પદ પોસ્ટ કાઢી નાખી છે.)

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version