દશરથ ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા ઝડપાઈ દશરથ ગામમાં દારૂની ફેક્ટરી ચલાવતી મહિલા ઝડપાઈ

વડોદરાપીસીબી પોલીસે વડસર અને દશરથ ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબી પોલીસને બાતમી મળી હતી કે વડસર ગામના માળી મહોલ્લામાં ગૌચરવાળા ફળિયામાં રહેતા રૂપાભાઈ ઉર્ફે સંજય વિરાભાઈ માળી પોતાના ઘરની બાજુમાં આવેલ પાનના ગલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. જેના આધારે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડી સંજયની ધરપકડ કરી હતી. પોલીસે 600 લીટર વોશ, 3 લીટર દારૂ અને કુલ 15,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, દશરથ માળી વાસણા ટેકરામાં રહેતા કોકીલાબેન દિનેશભાઈ માળી દેશી દારૂનું કારખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે કોકીલાબેનની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂ અને વોશ મળી કુલ રૂ.3,470ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version