જેતપુર-રાપર રોડ પર નાળામાં કાર ફસાઈ જતાં 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | જેતપુર રાપર રોડ પર કાર અકસ્માત મોરબીના 2 મિત્રોના મોત

જેતપુર-રાપર રોડ પર કાર અકસ્માત જેતપુર-રાપર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા 2 મિત્રોના મોત થયા હતા. બંને મૃતકો મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી હોવાનું જણાય છે.

જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં પડી જતાં 2 મિત્રોના મોત

મળતી માહિતી મુજબ જેતપુર-રાપર રોડ પર મોરબીના નિલેશ કાનાણી અને ભીખાલાલ દલસાણિયાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી ગટરમાં પડી હતી.

આ પણ વાંચો: ખાડો ખોદીને પડો! AMCનું ડમ્પર ખાડામાં ફસાઈ ગયું, રસ્તા પર માત્ર કાદવ જ સંતોષાયો

અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકને બહાર કાઢી તાત્કાલિક જેતપર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં બંને મિત્રોના મોત થયા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version